||██|▌|||▌||▌PROFILE |||▌|||█||▌|

x

શ્રી સારસ્વત મિત્રો !

ખુશ છું ઘણો .

મારા બ્લોગ માં આજે 20.000 visitors નો આંકડો પાર કરવા પહોંચ્યો.મારા દરેક મુલાકાતીઓનો, મિત્રો, ગુરુઓ અને શુભેચ્છકોનો ખુબ ખુબ આભાર.........

નમસ્કાર આપ સૌનું સ્વાગત કરું છું. ટેકનોલોજીના આ અદ્યતન યુગમાં દુનિયા ખુબજ નાની અને અદભૂત બનતી જાય છે, ત્યારે માહિતીનું આદાન પ્રદાન પણ ઝડપી હોયજ એ સ્વાભાવિક બાબત છે. પરંતુ શાળા ની એક જવાબદારી જયારે આપણા શિરે હોય ત્યારે આપણે શિક્ષણના સંવાહકો આ ટેકનોલોજીને સ્વીકારવામાં થોડા પણ પાછળ રહી જઈશું તો ? આપ સહુ તો વિવેકી અને વિચારશીલ છો. તો ચાલો આપણે સહુ સાથે મળીને આ વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક,ઝડપી અને પરિણામલક્ષી બનાવીઆપણા વ્યક્તિત્વને, શાળાને અને આ દેશના ભવિષ્યને પથદર્શક બની આપણું કર્તવ્ય પૂરું કરીએ,
આ ''http://vantdaprimaryschool.blogspot.in/''દવારા આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છ...

http://vantdaprimaryschool.blogspot.com/

બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છેસૌ વાંચક મિત્રોને ખૂબ ખૂબ અને શુભ શુભ શુભકામનાઓ…


██▌▌▌પુવાર યુવરાજસિંહ રામક્રિશ્નસિંહ ▌██▌
9426087276 , 9426187276 , 9426287276 .

Swatchhata Award

Swatchhata Award

.....

our village ''vantda''

School Arial View....શિક્ષક—શા માટે બનવું?


શિક્ષક—શા માટે બનવું? “મોટા ભાગે શિક્ષકો એ પસંદ કરે છે, કેમ કે એનાથી બીજાને મદદ મળે છે. [શિક્ષણ આપવું] એવું કામ છે, જેનાથી બાળકોનાં જીવન બદલાઈ શકે છે.”—શિક્ષકો, સ્કૂલો અને સમાજ (અંગ્રેજી). આજે સ્કૂલમાં ઘણી જ મુશ્કેલીઓ છે. એક ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ લેવામાં આવ્યા હોય, કેટલી બધી જાતની લખાણપટ્ટી હોય, સ્કૂલમાં રાજકારણ પણ ચાલતું હોય, છોકરાં માનતા ન હોય, અને પાછું ઉપરથી ઓછો પગાર. સ્પેઈન, મૅડ્રિડના પેડ્રો નામે એક શિક્ષક આમ કહે છે: “શિક્ષકની નોકરી કંઈ રમત વાત નથી. એ તમારો ત્યાગ માંગી લે છે. જો કે મુશ્કેલીઓ છતાં, મને શિક્ષકનું કામ બીજી કોઈ પણ નોકરી કરતાં વધારે ગમે છે.” મોટા ભાગના દેશોના શહેરોની સ્કૂલોમાં નોકરી કરવી અઘરું બની શકે. ડ્રગ્સ, ગુના, નીતિ-નિયમોનો ભંગ, અને કોઈ વખત માથાભારે માબાપ, સ્કૂલોના વાતાવરણ અને શિસ્તને ભારે અસર કરી શકે. જ્યાં જુઓ ત્યાં સત્તા વિરુદ્ધ વલણ જોવા મળે છે. તો પછી, શા માટે ઘણા શિક્ષકો બનવાનું પસંદ કરે છે? લીમેરીઝ અને ડાયેના ન્યૂ યૉર્ક સીટીમાં ટીચર તરીકે નોકરી કરે છે. તેઓ પાંચથી દસ વર્ષના બાળકોને ભણાવે છે. તેઓ બંને અંગ્રેજી અને સ્પેનિશ ભાષા જાણે છે, અને મોટા ભાગે સ્પેનિશ સમાજના બાળકોને સાચવે છે. અમે તેઓને પૂછ્યું . . . તેઓ શા માટે ટીચર બન્યા? લીમેરીઝે કહ્યું: “હું શા માટે ટીચર બની? મને બાળકો બહુ ગમે છે. મને ખબર છે કે અમુક બાળકોને માટે હું જ બધું છું. તેઓ બધી જ રીતે મારા પર આધાર રાખે છે.” ડાયેનાએ કહ્યું: “હું આઠ વર્ષના મારા ભત્રીજાને ભણાવતી, જેને સ્કૂલમાં ખાસ કરીને વાંચવાની મુશ્કેલી પડતી હતી. તેને અને બીજાઓને પ્રગતિ કરતા જોઈને મને ઘણો જ સંતોષ મળતો! તેથી, મેં નક્કી કર્યું કે મારે ટીચર બનવું જ જોઈએ, એટલે બૅંકની નોકરી છોડી દીધી.” સજાગ બનો! દ્વારા આ જ પ્રશ્ન બીજા કેટલાક દેશોમાંના શિક્ષકોને પૂછવામાં આવ્યો. નીચે કેટલાક જવાબો જણાવાયા છે. ઇટાલીના લગભગ ૪૦ની ઉંમરના જુલિયાનોએ સમજાવ્યું: “મેં આ કામ પસંદ કર્યું, કેમ કે હું વિદ્યાર્થી હતો (જમણી બાજુ) ત્યારે, મને એ ખરેખર ગમતું. બીજાઓ પ્રગતિ કરે એ માટે મદદ કરવા આ સૌથી સારું કામ હતું. મારા આ ઉત્સાહને કારણે શરૂઆતમાં મને જે મુશ્કેલીઓ નડી, એ હું સહન કરી શક્યો.” ઑસ્ટ્રેલિયા, ન્યૂ સાઊથ વૅલ્સના નીક નામના શિક્ષકે કહ્યું: “કેમિકલ સંશોધનના કામમાં બહુ ઓછી નોકરી હતી. પરંતુ, શિક્ષણ વિભાગમાં તો જોઈએ એટલું કામ મળી રહે એમ હતું. ખરું પૂછો તો, મને ભણાવવું ગમે છે અને વિદ્યાર્થીઓને પણ મારી સાથે મઝા આવે છે.” શિક્ષક બનવાની પસંદગી કરનારા પર ઘણી વાર માબાપના ઉદાહરણની પણ અસર પડે છે. અમારા પ્રશ્નનો જવાબ આપતા, કેન્યાના વિલિયમે કહ્યું: “મારા પિતા ૧૯૫૨માં શિક્ષક હતા, તેમની પ્રેરણાથી મને પણ શિક્ષક બનવાની તમન્ના જાગી. યુવાનોના ફૂલ જેવા કૂમળા મનોને હું કેળવું છું, એનાથી મને આ કામ કરતા રહેવાની હોંશ જાગે છે.” કેન્યામાં રહેતી રોઝમેરીએ અમને જણાવ્યું: “મારા મનની એ ઇચ્છા હતી કે મારી જરૂર હોય, તેઓને હું મદદ કરું. નર્સ અને ટીચરમાંથી મારે પસંદગી કરવાની હતી. ટીચર તરીકેની ઑફર પ્રથમ આવી. તેમ જ, હું બાળકોની મા પણ છું, તેથી ટીચર બનવાનું મેં પસંદ કર્યું.” જર્મનીના ડ્યુરેનથી આવતા બેરટોલે શા માટે શિક્ષકનું કામ પસંદ કર્યું? તે કહે છે: “મારી પત્ની મને વારંવાર કહેતી કે હું સારો શિક્ષક બની શકું છું.” તેની વાત સાચી પડી. તેણે જણાવ્યું: “હવે શિક્ષક તરીકે કામ કરવું મને ગમે છે. જ્યાં સુધી શિક્ષક પોતે શિક્ષણનું મૂલ્ય ન સમજે, અને મન મૂકીને યુવાનોને ન શીખવે, ત્યાં સુધી તે સારો, સફળ કે કુશળ ટીચર બની જ ન શકે.” નાકાત્સુથી આવતા માસાહીરો નામના જાપાનના એક ટીચરે કહ્યું: “હું શિક્ષક બન્યો, એનું કારણ એ છે કે હું સ્કૂલમાં હતો ત્યારે મારા પોતાના શિક્ષક સારા હતા. તેમણે પૂરી લગનથી અમને શિક્ષણ આપ્યું. વળી, મને બાળકો ખૂબ જ ગમે છે. આ કારણોથી હું મારા કામમાં ટકી રહ્યો છું.” જાપાનનો જ યોશિયા હવે ૫૪ વર્ષનો છે. તેને ફેક્ટરીમાં સારા પગારની નોકરી હતી, પણ આવવા-જવાની મુસાફરીથી તે કંટાળી જતો. તે કહે છે: “એક દિવસ મેં વિચાર્યું કે, ‘ક્યાં સુધી આવું ચાલ્યા કરશે?’ આખરે, મેં નિર્ણય કર્યો કે એવી નોકરી શોધવી, જેમાં મશીનો સાથે માથા મારવા કરતાં લોકો સાથે કામ કરવાનું થાય. શિક્ષકની નોકરી એકદમ બરાબર હતી. યુવાનો સાથે કામ કરવાનું અને તેઓને શિખવવાની મને મઝા આવે છે.” રશિયા, સેન્ટ પીટર્સબર્ગની વેલેન્ટિનાને પણ એ જ ગમે છે. તેણે કહ્યું: “શિક્ષક તરીકેની નોકરી મેં પસંદ કરી. હું છેલ્લા ૩૭ વર્ષથી પ્રાથમિક શાળાની ટીચર છું. મને બાળકોને શિખવવાની ખૂબ જ મજા આવે છે. મને મારું કામ ખૂબ ગમે છે, એટલે જ હું હજુ રીટાયર્ડ થઈ નથી.” વિલિયમ ઐયર જે પોતે પણ શિક્ષક છે, તેમણે લખ્યું: “લોકો શિક્ષક બને છે, કેમ કે તેઓને બાળકો અને યુવાનો ગમે છે. તેઓની સાથે કામ કરવું અને તેઓને પ્રગતિ કરતા જોવું, એ મોટો આનંદ લાવે છે. તેઓને દુનિયામાં હોંશિયાર અને કુશળ થતા જોવાથી શિક્ષકોને મોટો સંતોષ મળે છે. . . . શિક્ષકો વિદ્યાર્થીઓ માટે કિંમતી ભેટ સમાન છે. હું દુનિયાને વધારે સારી બનાવવાની આશાથી બાળકોને ભણાવું છું.” ખરેખર, કેટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં, હજારો સ્ત્રી-પુરુષો શિક્ષકનું કામ કરે છે. ખાસ કરીને તેઓને કઈ સમસ્યાઓ નડે છે? હવે પછીનો લેખ એ વિષે ચર્ચા કરશે. [પાન ૬ પર બોક્સ] કઈ રીતે ટીચર-માબાપ વચ્ચે સારા સંબંધો બાંધી શકાય? ✔ માબાપને સારી રીતે ઓળખો. એ કંઈ સમયનો બગાડ નથી, પણ લાભદાયી છે. તમને મુશ્કેલીના સમયે જેઓ ટેકો આપી શકે, તેઓની સાથે સારો સંબંધ કેળવવાની એ સૌથી સારી તક છે. ✔ શિક્ષકોની ભાષા ન વાપરો. પરંતુ, માબાપ સમજે એ રીતે બોલો અને તેઓનું માન જાળવો. ✔ તેઓના બાળક વિષે વાત કરતી વખતે, તેના સારા ગુણો પર ભાર મૂકો. ટોક ટોક કરવાને બદલે, પ્રશંસા કરીને ટેકો આપો. માબાપ બાળકને પ્રગતિ કરવા કઈ રીતે મદદ કરી શકે, એ સમજાવો. ✔ માબાપને બોલવા દો, અને તેઓને શાંતિથી સાંભળો. ✔ બાળકના ઘરનું વાતાવરણ સમજવા પ્રયત્ન કરો. શક્ય હોય તો તેઓને ઘરે જાવ. ✔ ફરીથી માબાપને મળવાનો ચોક્કસ દિવસ નક્કી કરો. એ મહત્ત્વનું છે. એ બતાવશે કે તમે ખરેખર તેઓનું ભલું ચાહો છો.

1 ટિપ્પણી:

Unknown કહ્યું...

ગુજરાત યુનિવર્સિટી ૧૦ કરોડના ખર્ચે નવી હોસ્ટેલ બનાવશે
www.vishwagujarat.com