x

અમે તમારું હૃદય પૂવૅક સ્વાગત કરીએ છીએ.


Ƹ̵̡Ӝ̵̨̄Ʒ દરેકને મળી શકીએ.... તથા શિક્ષણના નૂતન પ્રવાહોની આપ-લે કરી શકીએ.... એ માટે અમે http://vantdaprimaryschool.blogspot.com/ બ્લોગ બનાવ્યો છે.આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે,જેમાં આપનું સ્વાગત છે.


સૌ વાંચક મિત્રોને ખૂબ ખૂબ અને શુભ શુભ શુભકામનાઓ…

રેડીયો

વિડિઓ બાર

Loading...

our village ''vantda''

Vantda Primary School Slideshow: YUVRAJSINH’s trip from Gandhinagar, Gujarat, India to Ahmedabad was created by TripAdvisor. See another Ahmedabad slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.
Mid Day Meal Slideshow: Yuvrajsinh’s trip to Gandhinagar, Gujarat, India was created by TripAdvisor. See another Gandhinagar slideshow. Create your own stunning free slideshow from your travel photos.

વાંચનપર્વ


વિદ્યાર્થી અને શિક્ષકમાં ઈતરવાંચન દ્વારા તેમની મૌલિકતા ભાષા અભિવ્યકિતમાં તથા વિવિધ કૌશલ્યો, સામાજિક જાગૃતતા, દેશપ્રેમ, રાષ્ટ્રિયતાનો ખ્યાલ તથા તેમાં રહેલી અન્ય શક્તિઓ વિશેષ વાંચન દ્વારા પોતાની કારકિર્દી ઘડતર માટે જરૂરી છે. તેના દ્વારા સામાન્ય જ્ઞાનની વૃધ્દ્રિ થાય છે. દેશ વિદેશથી માહિતગાર થાય છે. આ હેતુસર ગત વર્ષની માફકશાળામાં- વાંચનપર્વ ઉજવવામાં આવ્યું.

જેમાં ધોરણવાર અને પોતાની ક્ષમતા અનુસાર તમામ વિદ્યાર્થીઓ વાંચતા થાય તે માટે શિક્ષકોના સહયોગથી જુદા-જુદા પ્રકારના પુસ્તકો દ્રારા વિદ્યાર્થીઓમાં વાંચનપ્રેમની ઓળખ તૈયાર કરવામાં આવી.
દરેક વિદ્યાર્થીને વેકેશનમાં પોતાની રસ અને રૂચિ અનુસાર પુસ્તકો વાંચવા આપવામાં આવ્યા અને આ પુસ્તક માંથી સૌથી વધારે પસંદ આવેલ પ્રસંગ વિશે પોતાની મૌલીકતા ખીલવવા પોતાની જાતે કઈક લખે તેવું આયોજન કરવામાં આવ્યું.
અલગ અલગ ગ્રૃપમાં સફારી, વિજ્ઞાન દર્શન, જુદા-જુદા વૈજ્ઞાનિકો અને તેમના જીવન પરિચયની પુસ્તિકાઓ, વિવેક સુધા, બાલવિર, જેવા સામાયિકો અને પુસ્તકો મહાપુરૂષ ના જીવન ચરિત્રો પરના વાંચવા માટે આપવામાં આવ્યા.
હર વર્ષની માફક શાળાની પ્રાર્થના સભામાં ધોરણવાર મહાન વ્યક્તિની પુસ્તિકાઓ બાળકોને અગાઉથી વાંચવા આપી તેમના પર પ્રાર્થના સભામાં તે વ્યકિત પર પોતાનું પ્રવચન આપે તેવું આયોજન કરવામાં આવ્યું.
આ ઉપરાંત સમાચાર પત્રોમાં આવતા જુદાજુદા વિજ્ઞાનના લેખો, સાહિત્ય પરના લેખો, સામાન્ય જ્ઞાનની માહીતિઓ પોતે જાતે જ એકઠી કરી જુદા જુદા વિજ્ઞાનમંડળ, ગણિતમંડળ, સાહિત્યમંડળ જેવા મંડળોની સ્થાપના કરી શાળાના નોટિસ બોર્ડ પર પોતે જ લગાવે અને તમામ વિદ્યાર્થીઓઆ માહિતી વાંચતા થાય તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું.
આ ઉપરાંત કોઈ પણ મહાન વ્યકિતની જન્મ તેમજ મૃત્યુ તીથી અંગે અને તેમના જીવનચરિત્ર તથા તેમની વિશેષતાઓની વાત આ શાળાની પ્રાર્થના સભામાં શિક્ષકમિત્રો આપે કે જેથી બાળકો તેમના વીશે વધારે વાંચવા અને ઈતર વાંચનની ભુખ ઉધડે તેવા પ્રયત્નો કરીને વિદ્યાર્થી માત્ર પરિક્ષાર્થી ન રહેતા વિદ્યાર્થી બની શકે. તેવી હેતુ ચરિતાર્થ કરવાનુ આયોજન કરવામાં આવ્યું.

વાંટડા (બોલુન્દ્રા) ગામની સામાન્ય રુપરેખા -



વાંટડા (બોલુન્દ્રા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. વાંટડા (બોલુન્દ્રા) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મોડાસા તાલુકા ની સામાન્ય રુપરેખા -


મોડાસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મોડાસા આ તાલુકાનું મુખ્ય મથક છે.

સાબરકાંઠા જિલ્લાની સામાન્ય રુપરેખા :-



ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
કુલ ક્ષેત્રફળ: ૭,૩૯૦ ચો.કિ.મી.
આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯o સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
નદીઓ: સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, હરણાવ, વાત્રક, માજુમ
પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો
કુલ ગામ: ૧,૩૮૯
ગ્રામ પંચાયતની સંખ્યા : ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
નગરપાલિકા: ૨
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.

મિનામંચ ના આનંદિત બાળકો


વિજ્ઞાન આપણા સૌનું.............










The Trust has a SCIENCE VAN going to schools to create Scientific Attitude. and also performs Science Text-book experiments for the students of Std. 5th to 1oth. Van also goes to shree VANTDA PRIMARY SCHOOL.
(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી
(૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.
(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.
(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.
(૬)છગનલાલે છાપામાં છુપાવેલી છત્રીથી છાનામાના છમ્મકછલ્લોને છપ્પન છલાંગો છોડાવી.
(૭)જમશેદપુરના જુવાનજોધ જવાહર જેઠવાએ જોવાજેવા જાજરમાન જરઝવેરાત અને જણસોની જીજ્ઞાસા જગાડી.
(૮)ઝુલ્ફાવાળી ઝૂલતી ઝ્મકુડીએ ઝાડને ઝટપટ ઝંઝેડ્યું.
(૯)તડકામાં તપેલો તીસમારખાં તુષાર તોરણીયો તરત તરબૂચ તોલવા તૂટ્યો.
(10)રાજપુરના રાજા રણજીતસિંહે રાજરાજેશ્વર રહેમતસિંહના રામ રમાડવા રાજદરબારમાં રણનીતિ રચી.
(11)મોરેશીયસની મીશીમીશા માખીએ મગસના મોટા માલને માણતી મેન્ચેસ્ટર્રની મીકુમાની માખીને મગદળથી મારીને માગશર માસમાં મહેસાણાના મસ્તમઝાના મસાણમાં મોકલી.
(12)ફૂલેકામાં ફરીફરીને,ફટાકડા ફોડીને,ફૂલચંદ ફડાકીએ ફાગણ માસમાં ફરિયાદ ફટકારીને ફાટફાટ ફાંદમાં ફાંકડા ફાફડા ફફડાવ્યા.
(13)બાવીસની બેજવાબદાર બદરી બકરીએ બડબડતાં બડબડતાં બત્રીસની બોગસ બકરીને બેચરદાસ બગસરાવાળના બંગલામાં બોલાવી બગડેલા બોર બાચકામાં બાંધીને બથાવ્યા.
(14)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી ખોખું ખોલીને ખોં ખોં ખાંસી ખાતા ખાતા ખાટામીઠા ખાખરાઓ ખાધા.

દર્દ નામ કદી ન લે



ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય

લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

બાલગીત

સંગીત ખુરશી













કુમ-કુમ કેરા તિલક અને ચાર દાણા ચોખા,
આરતી ની થાળી સાથે પકવાન અનોખા,

બાંધુ આજે હું તો વિરલા ને રાખડી,
ભાવ થી ભરાઇ આવે બેવ ની આંખડી,

હેત ના ઘુટડા ને મીઠાઇ ના ટુકડા,
ક્યારેય ના આવે તને જીવનમા દુખડા,

કેટલી અંચઇ તારી ને કેટલા તોફાન,
રોજ-રોજ તુ પકડાવતો મારા કાન,

તારા વાંક પર પડતી વઢ મને,
બહુ ડાહ્યો ને લાડકો ગણે સહુ તને,

થઇ ગયા હવે બેવ સમજદાર,
તે પણ સંભાળ્યો હવે જીંદગી નો ભાર,

yuvrajsinh puwar

SCOUT