||██|▌|||▌||▌PROFILE |||▌|||█||▌|

x

શ્રી સારસ્વત મિત્રો !

ખુશ છું ઘણો .

મારા બ્લોગ માં આજે 20.000 visitors નો આંકડો પાર કરવા પહોંચ્યો.મારા દરેક મુલાકાતીઓનો, મિત્રો, ગુરુઓ અને શુભેચ્છકોનો ખુબ ખુબ આભાર.........

નમસ્કાર આપ સૌનું સ્વાગત કરું છું. ટેકનોલોજીના આ અદ્યતન યુગમાં દુનિયા ખુબજ નાની અને અદભૂત બનતી જાય છે, ત્યારે માહિતીનું આદાન પ્રદાન પણ ઝડપી હોયજ એ સ્વાભાવિક બાબત છે. પરંતુ શાળા ની એક જવાબદારી જયારે આપણા શિરે હોય ત્યારે આપણે શિક્ષણના સંવાહકો આ ટેકનોલોજીને સ્વીકારવામાં થોડા પણ પાછળ રહી જઈશું તો ? આપ સહુ તો વિવેકી અને વિચારશીલ છો. તો ચાલો આપણે સહુ સાથે મળીને આ વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક,ઝડપી અને પરિણામલક્ષી બનાવીઆપણા વ્યક્તિત્વને, શાળાને અને આ દેશના ભવિષ્યને પથદર્શક બની આપણું કર્તવ્ય પૂરું કરીએ,
આ ''http://vantdaprimaryschool.blogspot.in/''દવારા આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છ...

http://vantdaprimaryschool.blogspot.com/

બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે



સૌ વાંચક મિત્રોને ખૂબ ખૂબ અને શુભ શુભ શુભકામનાઓ…


██▌▌▌પુવાર યુવરાજસિંહ રામક્રિશ્નસિંહ ▌██▌
9426087276 , 9426187276 , 9426287276 .

Swatchhata Award

Swatchhata Award

.....

our village ''vantda''

School Arial View....







સામસામી ખેંચાણી ને

સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી


એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.

ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર.

એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.

વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો ! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે - આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે ?

કોઈ કહે - આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને ?

વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું - બોલ વાણિયા ! તું શું જાણે છે ?

વાણિયો કહે - બાપજી ! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.

ફોજદાર કહે - બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.

વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.

બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે - વાણિયા ! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું ?

વાણિયો કહે - સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
- પછી ?

- પછી ઈનું ઈ.

- પણ ઈનું ઈ શું ?

- સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
- પણ પછી ?

- પછી ?
પછી તો સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો - અરે સાહેબ ! અમે વાણિયા. લોહીનો ત્રસકો ય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈસપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી.

ન્યાયાધિશ કહે - ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ ?

વાણિયો કહે -
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો.
 
                                                             યુવરાજસિંહ્ પુવાર