||██|▌|||▌||▌PROFILE |||▌|||█||▌|

x

શ્રી સારસ્વત મિત્રો !

ખુશ છું ઘણો .

મારા બ્લોગ માં આજે 20.000 visitors નો આંકડો પાર કરવા પહોંચ્યો.મારા દરેક મુલાકાતીઓનો, મિત્રો, ગુરુઓ અને શુભેચ્છકોનો ખુબ ખુબ આભાર.........

નમસ્કાર આપ સૌનું સ્વાગત કરું છું. ટેકનોલોજીના આ અદ્યતન યુગમાં દુનિયા ખુબજ નાની અને અદભૂત બનતી જાય છે, ત્યારે માહિતીનું આદાન પ્રદાન પણ ઝડપી હોયજ એ સ્વાભાવિક બાબત છે. પરંતુ શાળા ની એક જવાબદારી જયારે આપણા શિરે હોય ત્યારે આપણે શિક્ષણના સંવાહકો આ ટેકનોલોજીને સ્વીકારવામાં થોડા પણ પાછળ રહી જઈશું તો ? આપ સહુ તો વિવેકી અને વિચારશીલ છો. તો ચાલો આપણે સહુ સાથે મળીને આ વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક,ઝડપી અને પરિણામલક્ષી બનાવીઆપણા વ્યક્તિત્વને, શાળાને અને આ દેશના ભવિષ્યને પથદર્શક બની આપણું કર્તવ્ય પૂરું કરીએ,
આ ''http://vantdaprimaryschool.blogspot.in/''દવારા આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છ...

http://vantdaprimaryschool.blogspot.com/

બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે



સૌ વાંચક મિત્રોને ખૂબ ખૂબ અને શુભ શુભ શુભકામનાઓ…


██▌▌▌પુવાર યુવરાજસિંહ રામક્રિશ્નસિંહ ▌██▌
9426087276 , 9426187276 , 9426287276 .

Swatchhata Award

Swatchhata Award

.....

our village ''vantda''

School Arial View....







મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
...
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે ...હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી... મરચુ મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે ,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...
મારે ફરી એકવાર શાળાએ જવું છે. ............

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...
આજે જયારે મોટો થયો છે કે "તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા "તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા..
આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના કરતા શાળા માં શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું...
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા" મા નથી આવતો...

ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી સ્કુલે જવુ છે. ............

ટિપ્પણીઓ નથી: